The best learning methods

કોસંબા સ્થિત તરસાડી વિસ્તારમાં આવેલ આદર્શ કેળવણી મંડળે ખરેખર તેના નામને શાર્થક કરેલ છે. જેમાં આવેલી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં વર્ષ દરમિયાન અભ્યાસની સાથે સાથે બીજી વધારાની શૈક્ષણિક પ્રવૃત્તિઓ જેમ કે સેમિનાર, વર્કશોપ, પ્રેઝન્ટેશન તથા વ્યક્તિગત વિકાસ જેવી બાબતોને ધ્યાનમાં રાખીને આવનાર બાળકનો સર્વાંગિક વિકાસ કરવામાં આવે છે.

Awesome results of our students

ઉચ્ચત્તર માધ્યમિક વિભાગ
૧) ધોરણ ૧૨ વિજ્ઞાનપ્રવાહ- ૯૧%
૨) ધોરણ ૧૨ સામાન્યપ્રવાહ- ૭૦%
માધ્યમિક વિભાગ
૧) ધોરણ ૧૦ માધ્યમિક વિભાગ ૫૬.૪૪%

Latest news

આદર્શ કેળવણી મંડળ, કોસંબા સંચાલિત વિવિધ સંસ્થામાં ૩૬મો નેશનલ ગેમ્સના ભાગરૂપે પ્રોત્સાહિત કાર્યક્રમ

14 Sep 2022, TRUSHIKA CHAUDHARI

આદર્શ કેળવણી મંડળ કોસંબા સંચાલિત સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ,તરસાડીમાં ગુજરાત સરકાર દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકારની સંયુક્ત નેશનલ ગેમ્સને પ્રોત્સાહન મળે એ માટે તરસાડી સાયન્સ એન્ડ કોમર્સ કોલેજમાં ૧૩/૦૯/૨૦૨૨ મંગળવારના રોજ ૩૬મો નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના યુવાનો અને વિદ્યાર્થીઓમાં જાગૃતિ કેળવાય તે હેતુથી વિવિધ રમત-ગમતનું આયોજન કરવામાં આવ્યુ. જેની શરૂઆત દીપ પ્રાગટ્ય પ્રાર્થનાથી કરવામાં આવી. આ કાર્યક્રમમાં તરસાડીના શાસક પક્ષના નેતા તથા આદર્શ કેળવણી મંડળના સભ્ય શ્રી ડૉ. કર્મવીરસિંહ ડોડિયા, માંગરોળ તાલુકાના CRC પારૂલબેન , સાયન્સ એન્ડ કોમર્સ કોલેજના આચાર્યશ્રી સચિન કે. નિઝામા, એમ. એમ . કરોળિયા પ્રાથમિક શાળાના આચાર્યાશ્રી અંજનાબેન રણા તથા શાળા, કોલેજના સ્ટાફગણ અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં મુખ્ય મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યાર બાદ.ડૉ. કર્મવીર સિંહ ડોડિયા અને કોલેજના આચાર્યશ્રી દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે સ્પીચ આપવામાં આવી. ૩૬મી નેશનલ ગેમ્સ એન્થમ વિદ્યાર્થીઓને પ્રોજેક્ટર પર બતાવવામાં આવ્યું અને ત્યાર બાદ તમામને ફીટ ઈન્ડિયા ઓથની પ્રતિજ્ઞા લેવામાં આવી. કોલેજના શારીરિક શિક્ષણના અધ્યાપક ડૉ મનહરભાઈ રાઠવા અને શાળાનાં કોચ હર્દીકભાઈ સાવલિયા દ્વારા કબડ્ડી, ખો-ખો , બેડમિન્ટન ,રસ્સાખેચ , જેવી વિવિધ રમતો શાળા અને કોલેજનાં વિદ્યાર્થીઓને રમાડી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જેમાં તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

ગણેશ સ્થાપના

06 Sep 2022, TRUSHIKA CHAUDHARI

આદર્શ કેળવણી મંડળ કોસંબા સંચાલિત સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ તરસાડીમાં ૩૧/૦૮/૨૦૨૨ વિનાયક ચતુર્થી બુધવારના રોજ ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં ગણેશજીની સ્થાપના માટે કોલેજના ગાંધી સ્મૃતિ હોલમાં વિદ્યાર્થીઓ દ્વારા ખુબ સરસ શણગાર કરવામાં આવ્યો અને પુજન વિધિ સાથે ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં આદર્શ કેળવણી મંડળના માનદમંત્રી શ્રી દેવેન્દ્રસિંહ ચૌહાણ અને સભ્યશ્રી અશોકભાઈ તિવારી કોલેજના આચાર્યશ્રી, સ્તાફ્ગન અને વિદ્યાર્થીઓ શ્રદ્ધા પૂર્વક ભાગ લીધો હતો ૫/૦૯/૨૦૨૨ ના રોજ “ ૫૬ ભોગ “ અને “સમૂહ આરતી” રાખવામાં આવી હતી, જેમાં આદર્શ કેળવણી મંડળના પ્રમુખશ્રી રાકેશસિંહ સોલંકી, માનદ મંત્રીશ્રી દેવેન્દ્રસિંહ ચૌહાણ તથા મંડળના અન્ય સભ્યો, કોલેજના સ્ટાફગણ અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો . જે વિસર્જન વિધિ ૦૬/૦૯/૨૦૨૨ મંગળવારના રોજ કોલેજમાં ૧૦:૩૦ કલાકે રાખવામાં આવી હતી. ગણેશજી પ્રતિમા કોલેજ અને સંસ્થાના દરેક શાળામાં ગણપતિ બાપ્પા મોર્યા વગેરે નાદ સાથે દર્શનાર્થે યાત્રા કરવામાં આવી. જેમાં તમામ વિદ્યાર્થીઓ સ્ટાફગણ DJ ના તાલે ગરબા રમ્યા હતા. વિસર્જન વેળા સૌ ભાવ વિભોર થયા હતા. વિસર્જન દરમિયાન પ્રદુષણ અને પર્યાવરણને ધ્યાનમાં રાખી કોલેજના પ્રાંગણમાં જ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું. લોકોની લાગણી ન દુભાઈ તે માટે ગણેશ વિસર્જન બાદ માટીને ફૂલ છોડમાં નાખવા સાથે પાણી પણ ગાર્ડનમાં ઉપયોગમાં લીધું.

Upcoming events

September

03

આદર્શ કેળવણી મંડળ, કોસંબા સંચાલિત, સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ , તરસાડીમાં ગણેશ સ્થાપના કરવામાં આવી છે, જે ગણેશ વિસર્જન વિધિ તારીખ - ૦૬/૦૯/૨૦૨૨ મંગળવારના રોજ સવારે ૧૦:૩૦ કલાકે છે. જે કોલ...

Read more

August

15

જય ભારત સહ જણાવવાનું કે તારીખ ;૧૫/૦૮/૨૦૨૨ સોમવારના રોજ ૭:૩૦ કલાકે આદર્શ કેળવણી મંડળ કોસંબા સંચાલિત, સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ, તરસાડી ના પ્રાંગણમાં ૭૫મા સ્વાતંત્ર્ય દિનના પર્વ નિમિત્...

Read more

January

26

જય ભારત સહ જણાવવાનું કે તા - ૨૬/૦૧/૨૦૨૨ને બુધવારના રોજ સવારે ૯ : ૦૦ કલાકે આદર્શ કેળવણી મંડળ, કોસંબા સંચાલિત સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ, તરસાડીના પ્રાંગણમાં ૭૩ માં પ્રજાસત્તાક દિનના ...

Read more

January

06

આદર્શ કેળવણી મંડળ કોસંબા સંચાલિત, સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ, તરસાડીમાં વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી તારીખ - ૦૬/૦૧/૨૦૨૨ ગુરુવારના રોજ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજમાં ૧૫ થી ૧૮ અને ૧૮ થી ઉપરની ઉમર...

Read more